Languages
123
કૃપાદૃષ્ટિ યાચના
ચઢવાનું ગીત.
1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર,
હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.
2 જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ,
જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે,
તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી
અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
3 અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો,
કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.
4 બેદરકાર માણસોના તુચ્છકાર
તથા ગર્વિષ્ઠોના અપમાનથી
અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.

<- ગીતશાસ્ત્ર 122ગીતશાસ્ત્ર 124 ->